Support: +91 93770 67516
SAKHI Coop. Credit and Supply Society Ltd. ( Regd. No.: REG/AHD/(C)SE(SH)/45939/2019)
Notice:
Dear members, make sure to regularize your loan accounts before September 10th. Dynamic cooperative banking at your fingertips. Free IMPS transactions active on mobile app.
Yojna Scheme Details

દીકરી મારી વહાલની થાપણ યોજના

About the Scheme

તારીખ ૨૫-૬-૨૦૨૪ ના રોજ જ્ઞાન દિવસથી શરૂ થયેલ દીકરીઓ માટેની અતિમહત્વકાંક્ષી "વાર્ષિક ૧૨.૫૦% વ્યાજ આપતી દીકરી મારી વહાલની થાપણ યોજના" સખી કો.ઓ. ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લિ. સભ્ય પરિવારના તા. ૨૫-૦૬-૨૦૨૪ ના રોજ કે તે બાદ દીકરીનો જન્મ થાય ત્યારે રૂ. ૨૫૦૦ ના મૂલ્યની બચતની થાપણ (ફિક્સડ ડિપોઝિટ) વાર્ષિક ૧૨.૫૦% ના વ્યાજ સાથેની ભેટ (GIFT) આપે છે. આ થાપણની પાકતી મુદતની રકમ દીકરી જ્યારે ૧૮ વર્ષની થાય ત્યારે રૂ. ૨૦૮૩૦ ની પાકતી રકમ વ્યાજ સાથે પરત મળશે. સખી કો.ઓ. ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લિ. સભ્ય પરિવારમાં તા. ૨૫-૦૬-૨૦૨૪ પહેલા જન્મેલ અને હાલમાં ૧૮ વર્ષ પૂર્ણ થયેલ ન હોય તેવી કોઈપણ દીકરીને “વહાલની થાપણ” હેઠળ રૂ. ૨૫૦૦ કે તેથી વધુ રકમનું રોકાણ (INVESTMENT) કરવાથી દીકરીના ૧૮ વર્ષ પૂર્ણ થતાં દીકરીને ૧૨.૫૦% ના વાર્ષિક વ્યાજ સાથે નીચે મુજબની પાકતી રકમ વ્યાજ સાથે મળવાપાત્ર થશે.